દાનિયેલ 2:24 - પવિત્ર બાઇબલ C.L.24 રાજ્યના જ્ઞાનીઓનો નાશ કરવા માટે રાજાએ જેને નીમ્યો હતો તે આર્યોખ પાસે જઈને દાનિયેલે કહ્યું. “તેમને મારી નાખીશ નહિ. મને રાજા પાસે લઈ જા એટલે હું રાજાના સ્વપ્નનો અર્થ કહી બતાવીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પછી આર્યોખ જેને રાજાએ બાબિલના જ્ઞાનીઓનો નાશ કરવા માટે નીમ્યો હતો, તેની હજૂરમાં દાનિયેલ ગયો. તેણે જઈને તેને આ પ્રમાણે કહ્યું:“બાબિલના જ્ઞાનીઓનો નાશ કરશો નહિ. મને રાજાની હજૂરમાં લઈ જાઓ, એટલે હું રાજા [ના સ્વપ્ન] નો ખુલાસો કરીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી દાનિયેલ આર્યોખ કે જેને રાજાએ બાબિલના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ આપ્યો હતો તેની પાસે ગયો. તેણે જઈને તેને કહ્યું, “બાબિલના જ્ઞાનીઓને મારી નાખીશ નહિ. મને રાજાની સમક્ષ લઈ જા અને હું રાજાને તેના સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ24 પછી બાબિલના બુદ્ધિમાન માણસોને મારી નાખવાનો હુકમ જેને મળ્યો હતો, તે આર્યોખ પાસે દાનિયેલ ગયો અને કહ્યું, “તેઓને મારી નાખીશ નહિ, મને રાજા પાસે લઇ જા અને હું તેમને સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.” Viz kapitola |