દાનિયેલ 11:2 - પવિત્ર બાઇબલ C.L.2 હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે.” દૂતે કહ્યું, “ઇરાન પર બીજા ત્રણ રાજાઓ રાજ કરશે, તેમના પછી ચોથો રાજા આવશે, જે બાકીના બધા કરતાં ધનવાન થશે. પોતાની સત્તા અને સમૃદ્ધિના શિખરે પહોંચતાં તે ગ્રીસના રાજ્યને પડકારશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હવે હું તને સત્ય બતાવીશ. જુઓ, હવે પછી ઈરાનમાં ત્રણ રાજાઓ ઊભા થશે, અને ચોથો એ બધા કરતાં ઘણો જ દ્રવ્યવાન થશે, તે પોતાના દ્રવ્ય વડે બળવાન થઈને યાવાન ગ્રીસના રાજ્યની વિરુદ્ધ બધાને ઉશ્કેરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હવે હું તને સત્ય પ્રગટ કરીશ. ત્રણ રાજાઓ ઇરાનમાં ઊભા થશે, ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 “‘અને હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે. બીજા ત્રણ રાજાઓ ઇરાન પર રાજ કરશે. પછી જે ચોથો રાજા થશે, તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. રાજકીય ફાયદા માટે પોતાના ધનનો ઉપયોગ કરીને તે ગ્રીસ સામે યુદ્ધ કરવા બધાને ઉશ્કેરશે. Viz kapitola |