પ્રે.કૃ. 3:2 - પવિત્ર બાઇબલ C.L.2 ત્યાં “સુંદર” નામના દરવાજે એક જન્મથી લંગડો માણસ બેઠો હતો. મંદિરમાં જતા લોકો પાસેથી ભીખ માગવા માટે તેને ઊંચકી લાવીને એ દરવાજે બેસાડવામાં આવતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 એક જન્મથી લંગડા માણસને [લોકો] ઊંચકીને લઈ જતા હતા, અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માગવા માટે મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 જ્યારે તેઓ મંદિરના પ્રાંગણમાં જતાં હતાં ત્યારે એક માણસ ત્યાં હતો. આ માણસ તેના જન્મથી અપંગ હતો. તે ચાલી શકતો ન હતો, તેથી કેટલાક મિત્રો તેને ઊચકીને લઈ જતા. તેના મિત્રો તેને રોજ મંદિરે લાવતા. તેઓ મંદિરના બહારના દરવાજાની એક તરફ તે લંગડા માણસને બેસાડતા. તે દરવાજો સુંદર નામે ઓળખાતો. ત્યાં મંદિર જતા લોકો પાસે તે માણસ પૈસા માટે ભીખ માગતો. Viz kapitola |