૨ શમુએલ 3:8 - પવિત્ર બાઇબલ C.L.8 એથી આબ્નેર ક્રોધે ભરાયો. તેણે કહ્યું, “તું એમ માને છે કે હું વિસાત વિનાના યહૂદિયાનો સેનાપતિ છું? શું હું એના પક્ષનો છું? શરૂઆતથી જ તારા પિતા શાઉલ, તેના ભાઈઓ અને તેના મિત્રોને હું વફાદાર રહ્યો છું અને મેં તને દાવિદના હાથમાં સોંપી દીધો નથી. છતાં આજે એક સ્ત્રી સંબંધી તું મારા પર આક્ષેપ મૂકે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે આબ્નેરે ઈશ-બોશેથનાં વચનોથી બહુ ગુસ્સે થઈને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? આજે તારા પિતા શાઉલના કુટુંબ પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર કૃપા કરીને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી, તે છતાં આજે આ સ્ત્રી વિષે તું મારા પર દોષ મૂકે છે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આબ્નેર ઈશ-બોશેથના શબ્દોથી ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? મેં આજે તારા પિતા શાઉલના લોક પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર સહાનુભૂતિ દર્શાવીને તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તેમ છતાં આજે આ સ્ત્રી વિષે તું મારા ઉપર આરોપ મૂકે છે? Viz kapitolaપવિત્ર બાઈબલ8 આ સાંભળીને આબ્નેર બોલ્યો, “શું હું યહૂદાના કૂતરાનું માંથુ છું? આજપર્યંત હું તારા પિતા શાઉલના કુટુંબને, તેના ભાઈઓને, મિત્રોને અને બીજાઓને વફાદાર રહ્યો છું. અને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી; અને છતાં હવે તું આ સ્ત્રી માંટે થઇને માંરા ઉપર ગુસ્સે થાય છે. Viz kapitola |