૨ કાળવૃત્તાંત 35:3 - પવિત્ર બાઇબલ C.L.3 તેણે ઇઝરાયલને શિક્ષણ આપનાર અને પ્રભુને સમર્પિત થયેલા લેવીઓને આવી સૂચનાઓ આપી: “દાવિદના પુત્ર શલોમોન રાજાએ બંધાવેલ મંદિરમાં પવિત્ર કરારપેટી મૂકો. તમારે એને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા ઊંચકવાની નથી, પણ તમારે તમારા ઈશ્વર પ્રભુ અને તેમના લોકની સેવા કરવાની છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 સર્વ ઇઝરાયલીઓને બોધ કરનાર જે લેવીઓ, યહોવાની સેવાને અર્થે પવિત્ર થયેલા હતા, તેઓને તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બાંધેલા મંદિરમાં પવિત્ર કોશને મૂકો; હવે પછી તમારી ખાંધ ઉપર [તેનો] ભાર [ઊંચકવો] પડશે નહિ, હવે તમારા ઈશ્વર યહોવાની તથા તેમના ઇઝરાયલી લોકની સેવા કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે ઈશ્વરને માટે પવિત્ર થયેલા અને ઇઝરાયલને બોધ કરનાર લેવીઓને કહ્યું કે, “ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા ઘરમાં પવિત્ર કોશને મૂકો. તમારે તેને ખભા પર ઊંચકવો નહિ. હવે તમે ઈશ્વર તમારા પ્રભુની અને તેમના લોકો, ઇઝરાયલીઓની સેવા કરો; Viz kapitolaપવિત્ર બાઈબલ3 પછી તેણે લેવીઓ, જેઓ યહોવાને સમર્પિત ઇસ્રાએલના બોધ કરનાર હતા તેમને કહ્યું કે, “ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા મંદિરમાં પવિત્ર કોશ મૂકો. હવે એને તમારે ખભે ઉપાડવાની જરૂર નથી, હવે તમે યહોવા તમારા દેવની અને તેના લોકો, ઇસ્રાએલીઓની સેવા કરો; Viz kapitola |