૨ કાળવૃત્તાંત 22:7 - પવિત્ર બાઇબલ C.L.7 અહાઝયાએ લીધેલી યોરામની એ મુલાકાતનો ઈશ્વરે અહાઝયાની પાયમાલી અર્થે ઉપયોગ કર્યો. તે ત્યાં હતો ત્યારે તેને અને યોરામને નિમ્શીના પુત્ર યેહૂનો ભેટો થઈ ગયો. પ્રભુએ તેને આહાબના રાજવંશનો ઉચ્છેદ કરવા પસંદ કર્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આહાઝ્યા યહોરામને જોવા ગયો તેથી ઈશ્વર તરફથી તેનો નાશ નિર્મિત થયો હતો, કેમ કે ત્યાં ગયા પછી તે યહોરામની સાથે નિમ્શીનો દિકરો યેહૂ કે, જેને યહોવાએ આહાબના કુટુંબનો નાશ કરવા માટે અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હવે અહાઝયાહ યોરામને ત્યાં ગયો માટે ઈશ્વર અહાઝયાહ પર નાશ લાવવાના હતા. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે યહોરામ સાથે નિમ્શીના દીકરા યેહૂ કે જેને ઈશ્વરે આહાબના કુટુંબનો નાશ કરવા અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 યહોરામને મળવા જવા યહોવાએ અહાઝયાએ પ્રેર્યો હતો, જેથી તેનો વિનાશ થાય. એ મુલાકાત દરમ્યાન તે યહોરામની સાથે જઇને નિમ્શીના પુત્ર યેહૂને પડકાર્યો, યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા માટે યહોવાએ નિમિર્ત કર્યો હતો. Viz kapitola |