૨ કાળવૃત્તાંત 19:4 - પવિત્ર બાઇબલ C.L.4 યહોશાફાટ આમ તો યરુશાલેમમાં રહેતો હતો, પણ દક્ષિણમાં બેરશેબાથી માંડીને ઉત્તરમાં એફ્રાઈમના પહાડી પ્રદેશના છેડા સુધી સમસ્ત વિસ્તારમાં નિયમિત પ્રવાસ કરીને તેણે લોકોને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ વાળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોશાફાટ યરુશાલેમમાં રહ્યો:અને ફરીથી બેર-શેબાથી માંડીને એફ્રાઈમના પહાડી પ્રદેશ સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા તરફ તેઓનાં મન ફેરવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોશાફાટ યરુશાલેમમાં રહ્યો; અને ફરીથી બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના પ્રભુ ઈશ્વર તરફ તેઓનાં મન ફેરવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેથી યહોશાફાટ ફરીથી ઇસ્રાએલ ગયો નહિ, પણ યરૂશાલેમમાં રહ્યો. પછીથી તેણે બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી મુસાફરી કરી અને તેઓના પિતૃઓનાં દેવનું ભજન કરવા ઉત્તેજન આપ્યું. Viz kapitola |