ઝખાર્યા 13:9 - પવિત્ર બાઈબલ9 અને, જો, એ ત્રીજા ભાગને હું પુષ્કળ મુસીબતોરૂપી અગ્નિમાં નાખી ચાંદીને શુદ્ધ કરે છે તેમ શુદ્ધ કરીશ, અને જેમ સોનાને ચકચકીત કરે છે. તેમ મારું નામ લઇને પોકાર કરશે, ને હું તેમને જવાબ આપીશ, હું કહીશ, ‘તમે મારા લોકો છો,’ અને તેઓ કહેશે કે, ‘યહોવા અમારા દેવ છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીશ, અને જેમ ચાંદીને શુદ્ધ કરવામાં આવે છે તેમ હું તેને શુદ્ધ કરીશ, અને જેમ સોનાને પરખવામાં આવે છે તેમ તેની પરખ કરીશ. તેઓ મારું નામ પોકારશે, હું તેઓને જણાવીશ કે, ‘આ મારા લોકો છે.’ તેઓમાંનો દરેક કહેશે કે, ‘યહોવાહ અમારા ઈશ્વર છે.’” Viz kapitola |