ઝખાર્યા 10:3 - પવિત્ર બાઈબલ3 યહોવા કહે છે, “મારો રોષ રાજકર્તાઓ વિરુદ્ધ સળગી ઊઠયો છે; તેઓએ મારી પ્રજાઓની સાથે જે રીતે વર્તણૂંક કરી છે તેને કારણે હું તેઓને સજા કરીશ.” હું સૈન્યોનો દેવ યહોવા, મારા આશ્રિતો યહૂદિયાઓની સંભાળ લઇશ, અને તેઓને હું યુદ્ધના અશ્વો જેવા બનાવીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 [પ્રભુ કહે છે,] “મારો ક્રોધ પાળકો ઉપર સળગ્યો છે, હું બકરાઓને શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ યહૂદાના વંશરૂપી પોતાના ટોળાની ખબર લીધી છે, ને તે તેઓને યુદ્ધના પોતાના સુંદર ઘોડા જેવા કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુ કહે છે, “મારા લોક પર શાસન ચલાવતા વિદેશીઓ પર હું કોપાયમાન થયો છું. હું તેમને શિક્ષા કરીશ. યહૂદિયાના લોકો મારા છે અને હું સર્વસમર્થ પ્રભુ તેમની સંભાળ લઈશ. તેઓ યુદ્ધ માટેના મારા શક્તિશાળી ઘોડાઓ થશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મારો કોપ પાળકો વિરુદ્ધ સળગ્યો છે; તે નર બકરાઓ, એટલે આગેવાનોને હું શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના યહોવાહે યહૂદાને, તેના પોતાના ટોળાંઓની ખબર લીધી છે, તે તેઓને પોતાના યુદ્ધના ઘોડા જેવા બનાવશે. Viz kapitola |