ઝખાર્યા 1:21 - પવિત્ર બાઈબલ21 મેં પૂછયું, “આ લોકો શું કરવા આવ્યા છે?” યહોવાએ કહ્યું, “આ શિંગડાઓએ યહૂદિયાને એવી રીતે વેરવિખેર કરી નાખ્યું હતું કે કોઇ માણસ પોતાનું માથું ન ઊંચકી શકે; અને આ લોકો યહૂદિયાની ભૂમિને અને પોતાનું માથું ઊંચુ કરનાર પ્રજાઓને ત્રાસ આપવા અને નાશ કરવા આવ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ત્યારે મેં પૂછયું, “તેઓ શું કરવા આવે છે?” તેમણે કહ્યું, “જે શિંગડાએ યહૂદિયા [ના લોકો] ને એવા વિખેરી નાખ્યા કે કોઈ પણ માણસ પોતાનું માથું ઊંચું કરવા પામ્યો નહિ, તેઓ એ છે. પણ તેઓ તેમને ભયભીત કરવાને, તથા જે પ્રજાઓએ પોતાનું શિંગડું યહૂદિયા દેશની સામે ઉઠાવીને તેને વિખેરી નાખ્યો તેઓનાં શિંગડા પાડી નાખવાને આવ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 મેં પૂછયું, “આ લોકો શું કરવા આવ્યા છે?” તેમણે જવાબ આપ્યો, “તેઓ તો યહૂદિયાના પ્રદેશને કચડી નાખનાર અને તેના લોકોને વિખેરી નાખનાર પ્રજાઓને ગભરાવી દેવા અને તેમને ઉથલાવી પાડવા આવ્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 મેં કહ્યું, “આ લોકો શું કરવા આવ્યા છે?” તેમણે જવાબ આપ્યો કે, “આ શિંગડાંઓ એ છે કે જેઓએ યહૂદિયાના લોકોને એવા વેરવિખેર કરી નાખ્યા કે કોઈ પણ માણસ પોતાનું માથું ઊંચું કરવા પામ્યો નહિ. પણ આ લોકો પોતાને નસાડી કાઢવાને, જે પ્રજાઓએ પોતાનું શિંગડું યહૂદિયા દેશની સામે ઉઠાવીને તેને વિખેરી નાખ્યો છે, તેઓનાં શિંગડાં પાડી નાખવા માટે આવ્યા છે.” Viz kapitola |