રૂથ 4:1 - પવિત્ર બાઈબલ1 બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે બોઆઝ [ગામને] દરવાજે જઈને બેઠો; તો જુઓ, નજીકના સગા વિષે બોઆઝ બોલ્યો હતો તે ત્યાં આવી પહોંચ્યો. તેને તેણે કહ્યું, “અરે ફલાણા! આ બાજુ આવીને અહીં બેસ.” એટલે તે બાજુએ ફરીને ત્યાં બેઠો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે બોઆઝ દરવાજા સુધી ગયો અને ત્યાં બેઠો. થોડી જ વારમાં, જે છોડાવનાર સંબંધી વિષે બોઆઝે વાત કરી હતી તે ત્યાં આવ્યો. બોઆઝે તેને કહ્યું, “અહીં આવીને બેસ.” અને તે ત્યાં આવીને બેઠો. Viz kapitola |