રોમનોને પત્ર 8:26 - પવિત્ર બાઈબલ26 વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તે પ્રમાણે [પવિત્ર] આત્મા પણ આપણી નિર્બળતામાં [આપણને] સહાય આપે છે; કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિ:સાસાથી આપણે માટે મધ્યસ્થતા કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 વળી, આપણે નિર્બળ હોવાથી પવિત્ર આત્મા આપણી મદદ કરે છે. પ્રાર્થનામાં શું માગવું તેની આપણને ખબર નથી. તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણે માટે વિનવણી કરે છે; અને એ ઉદ્ગારોને શબ્દોમાં મૂકી શકાય નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે; કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે; Viz kapitola |