રોમનોને પત્ર 4:11 - પવિત્ર બાઈબલ11 ઈબ્રાહિમ જ્યારે સુન્નત વગરનો હતો ત્યારે તે વિશ્વાસના માર્ગે દેવ સાથે ન્યાયી થયો હતો. તે સાબિત કરવા માટે પાછળથી તેણે સુન્નત કરાવી. આ રીતે ઈબ્રાહિમ જે બધા લોકોએ સુન્નત નથી કરાવી તેના પૂર્વજ છે તેથી દેવે આ લોકોને દેવ સાથે ન્યાયી હોવાની માન્યતા આપી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું છે તે તેને મળ્યું હતું. તેના પર મહોરસિક્કો થવા માટે તેને સુન્નતનું ચિહ્ન મળ્યું, જેથી તે સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો પૂર્વજ થાય, એટલે તેઓને ખાતર પણ [તે વિશ્વાસનું] ન્યાયીપણું ગણવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તે સુન્નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું તેને મળ્યું હતું, તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયીપણું ગણાય. Viz kapitola |