રોમનોને પત્ર 14:6 - પવિત્ર બાઈબલ6 બીજા દિવસો કરતાં અમુક જ દિવસ વધારે અગત્યનો છે એવું માનનાર માણસ પ્રભુને માટે એવું કરી રહ્યો છે. અને બધું જ ખાનાર માણસ પણ દેવને માટે એવું કરી રહ્યો છે. હા એ ખોરાક માટે તે દેવનો આભાર માને છે. અને અમુક ખોરાક ખાવાનો ઈન્કાર કરનાર માણસ પણ પ્રભુને ખાતર એમ કરી રહ્યો છે. એ પણ દેવનો આભાર માને છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 [અમુક] દિવસને જે [પવિત્ર] ગણે છે તે પ્રભુની ખાતર [તેને પવિત્ર] ગણે છે. જે ખાય છે તે પ્રભુની ખાતર ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે. જે નથી ખાતો તે પ્રભુની ખાતર નથી ખાતો, અને ઈશ્વરનો આભાર માને છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 જે અમુક દિવસને જ અગત્યનો ગણે છે, તે પ્રભુના મહિમાને અર્થે ગણે છે. જે બધું ખાય છે, તે પ્રભુના મહિમાને અર્થે ખાય છે. કારણ, ખોરાકને માટે તે ઈશ્વરનો આભાર માને છે. જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, તે પ્રભુના મહિમાને અર્થે એમ કરે છે, અને તે ઈશ્વરનો આભાર માને છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે; જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે. Viz kapitola |