રોમનોને પત્ર 13:13 - પવિત્ર બાઈબલ13 પ્રકાશમાન દિવસમાં રહેતા લોકોની જેમ આપણે વર્તવું જોઈએ. મોંજ મસ્તીથી છલકાતી ખર્ચાળ મિજબાનીઓ આપણે ઉડાવવી ન જોઈએ. મદ્યપાન કરીને આપણે નશો ન કરવો જોઈએ. આપણે આપણાં અવયવો વડે જાતીય વાસનાનું પાપ કે બીજાં કોઈ પણ પાપ ન કરવાં જોઈએ. આપણે (બિનજરુંરી) દલીલો કરીને મુશ્કેલીઓ ઊભી કરવી ન જોઈએ, અથવા ઈર્ષાળુ ન બનવું જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા લંપટપણામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 દિવસના પ્રકાશમાં જીવનાર લોકોની માફક આપણું વર્તન યથાયોગ્ય રાખીએ. એટલે કે, આપણે ભોગવિલાસમાં, નશાબાજીમાં, વ્યભિચારમાં, અશ્ર્લીલ વર્તનમાં, ઝગડામાં કે ઈર્ષામાં જીવીએ નહિ; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ. Viz kapitola |