સંદર્શન 6:11 - પવિત્ર બાઈબલ11 તેઓમાંના દરેક આત્માને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. તે આત્માઓને જ્યાં સુધી આ બધા લોકોને મારી નાખવાનું પૂરું ન થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું. તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી પેઠે માર્યા જવાના છે. તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ વિસામો લો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પછી તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. અને તેઓને એમ કહેવામાં આવ્યું, “તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી જેમ માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પછી તેમનામાંના દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો, અને જ્યાં સુધી તેમની જેમ વધ થનારા સાથીસેવકો અને ભાઈઓની સંખ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને થોડો વધારે સમય આરામ લેવા જણાવવામાં આવ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે ‘તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.’” Viz kapitola |