સંદર્શન 5:13 - પવિત્ર બાઈબલ13 પછી મેં પ્રત્યેક જીવતાં પ્રાણી કે જે આકાશમાં, અને પૃથ્વી પર અને પૃથ્વીની નીચે અને સમુદ્રમાં છે તેમને સાંભળ્યાં. મે આ બધી જગ્યાઓએ દરેક વાતો સાંભળી. મેં તમને બધાને કહેતાં સાંભળ્યા કે: “જે રાજ્યાસન પર બેઠેલો છે તેને તથા હલવાનને સ્તુતિ, માન અને મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 વળી ઉત્પન્ન થયેલું [પ્રાણી] જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની નીચે તથા સમુદ્ર પર છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં, “રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 અને સ્વર્ગમાં અને પૃથ્વી પર અને પૃથ્વીના પેટાળનાં બધાં પ્રાણીઓ અને દરિયાની અંદરનાં પ્રાણી અને આખી સૃષ્ટિનાં બધાં જ પ્રાણીઓનો અવાજ મેં સાંભળ્યો. તેઓ ગાતાં હતાં: “જે રાજ્યાસન પર બિરાજમાન છે તેમને અને હલવાનને, સદા સર્વકાળ સ્તુતિ, સન્માન, ગૌરવ અને સામર્થ્ય હો!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. Viz kapitola |