સંદર્શન 2:17 - પવિત્ર બાઈબલ17 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ! “પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને હું ગુપ્ત રાખેલ માન્ના આપીશ. વળી હું તને શ્વેત પથ્થર આપીશ. આ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે નવા નામને કોઈ વ્યક્તિ જાણતી નથી. ફક્ત જે વ્યક્તિ તે પથ્થર પ્રાપ્ત કરશે તે જ તે નવું નામ જાણશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે, તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્ત રાખવામાં આવેલા માન્નામાંથી ખાવા આપીશ. વળી, હું તેને એક સફેદ પથ્થર આપીશ; જેના પર એક એવું નામ લખેલું છે કે જેને એ પથ્થર મળે તેના વગર બીજું કોઈ તે જાણતું નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. Viz kapitola |