ગણના 19:19 - પવિત્ર બાઈબલ19 “સૂતક વગરના માંણસે સૂતકવાળા માંણસ ઉપર ત્રીજે અને સાતમે દિવસે પાણી છાંટવું. અને સાતમે દિવસે તેણે તે માંણસની શુદ્ધિ કરવી. સૂતકી માંણસે એ દિવસે પોતાના કપડા ધોઈ નાખવાં, પોતે આખા શરીરે સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થયો ગણાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને પેલો શુદ્ધ માણસ તે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે તે છાંટે; અને સાતમે દિવસે તે તેનું શુદ્ધિકરણ કરે; અને તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે, ને સાંજે તે શુદ્ધ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 જે કોઈ શુદ્ધ હોય તેણે ત્રીજે અને સાતમે દિવસે અશુદ્ધ થયેલા માણસ ઉપર તે પાણી છાંટવું. સાતમે દિવસે તેણે એ માણસનું શુદ્ધિકરણ કરવું. અશુદ્ધ થયેલા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને પાણીમાં સ્નાન કરવું, પછી સાંજે તે શુદ્ધ થયેલો ગણાશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 શુદ્ધ માણસે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પાણી છાંટવું. સાતમે દિવસે અશુદ્ધ માણસે પોતાને શુદ્ધ કરવો. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થશે. Viz kapitola |