નહેમ્યા 1:5 - પવિત્ર બાઈબલ5 મેં કહ્યું: “હે યહોવા આકાશના દેવ, મહાન અને ભયાવહ દેવ! જે પોતાના કરારને પાળે છે! તે પોતાના કરારને જે તેને ચાહે છે અને જે તેની આજ્ઞાનું પાલન કરે છે તેની સાથે વફાદારી પૂર્વક પાળે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 “હે આકાશના ઈશ્વર યહોવા, મોટા તથા ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો; હું તમારા કાલાવાલા કરું છું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 “હે આકાશના ઈશ્વર યાહવે, તમે મહાન અને આદરણીય છો. તમારા પર પ્રેમ રાખનારાઓ અને તમારી આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે તમે વિશ્વાસુ રહીને તમારા કરારનું વચન પાળો છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મેં કહ્યું, “હે યહોવાહ આકાશના ઈશ્વર, મહાન અને ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો. Viz kapitola |