માર્ક 6:14 - પવિત્ર બાઈબલ14 હેરોદ રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રખ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, “તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે. તેથી તે આવાં પરાક્રમો કરી શકે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને હેરોદ રાજાએ તેમના વિષે સાંભળ્યું (કારણ, તેનું નામ પ્રસિદ્ધ થયું હતું); અને તેણે કહ્યું, “યોહાન બાપ્તિસ્ત મૂએલાંમાંથી ઊઠ્યો છે, ને તેથી આવાં પરાક્રમી કામો તેનાંથી થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 હવે હેરોદ રાજાએ આ બધી વાત સાંભળી; કારણ, ઈસુની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકો કહેતા હતા, “બાપ્તિસ્મા કરનાર યોહાન મરેલાંઓમાંથી સજીવન થયો છે. તેથી જ તેનામાં આ બધું સામર્થ્ય કાર્ય કરી રહેલું છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતાં હતા કે ‘યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.’” Viz kapitola |