માર્ક 11:18 - પવિત્ર બાઈબલ18 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ આ બાબતો સાંભળી. તેઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ ઈસુથી ડરતા હતા. કારણ કે બધા લોકો તેના ઉપદેશથી અચરજ પામતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું, ને તેમનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કરી; કેમ કે તેઓ તેમનાથી બીધા, કારણ કે સર્વ લોકો તેમના ઉપદેશથી નવાઈ પામતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ એ સાંભળ્યું, તેથી તેઓ ઈસુને મારી નાખવાનો લાગ શોધવા લાગ્યા. પણ તેઓ ઈસુથી ડરતા હતા; કારણ, જનસમુદાય તેમના ઉપદેશથી આશ્ર્વર્ય પામ્યો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિષે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઈ પામ્યા હતા. Viz kapitola |