માર્ક 10:1 - પવિત્ર બાઈબલ1 પછી ઈસુએ તે જગ્યા છોડી. તે યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં ગયો. ફરીથી ઘણા લોકો તેની પાસે આવ્યા. ઈસુ હંમેશા કરતો હતો, તેવી રીતે લોકોને ઉપદેશ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને ત્યાંથી ઊઠીને તે યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશોમાં આવે છે; અને ફરી ઘણા લોકો આવીને તેમની પાસે એકત્ર થાય છે. અને તેમના રિવાજ પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પછી ત્યાંથી નીકળીને ઈસુ યર્દન નદીની પેલે પાર આવેલા યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. લોકોનાં ટોળેટોળાં તેમની પાસે આવ્યાં અને તે તેમને હંમેશની માફક શીખવવા લાગ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ત્યાંથી ઊઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણાં લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે; તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો. Viz kapitola |