મીખાહ 4:13 - પવિત્ર બાઈબલ13 “હે સિયોનની પુત્રી, ઊઠ, અને ખૂંદવા માંડ! હું તારા શિંગડાં લોખંડના અને ખરીઓ કાંસાની બનાવીશ; અને તું તેના વડે ઘણી પ્રજાઓને કચડી નાખીને ચૂરેચૂરા કરી નાખીશ; અને તેમની પાસેથી લૂંટમાં મળેલી સંપત્તિ સમગ્ર પૃથ્વીના યહોવાને સમર્પણ કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હે સિયોનની પુત્રી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાને લોઢારૂપ, ને તારી ખરીઓને પિત્તળરૂપ કરીશ, અને તું ઘણી પ્રજાઓને કચરીને ચૂરેચૂરા કરશે. અને તું તેઓની કમાઈનું યહોવાએ તથા તેઓની સંપત્તિનું આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, જાઓ અને તમારા શત્રુઓને સજા કરો! હું તમને લોખંડી શિંગડાં અને તાંબાની ખરીવાળા આખલા જેવા બળવાન બનાવીશ. તમે ઘણી પ્રજાઓને કચડી નાખશો અને તમે મને, એટલે, સમગ્ર પૃથ્વીના પ્રભુને એ પ્રજાઓએ હિંસાથી મેળવેલી સંપત્તિનું સમર્પણ કરશો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.” Viz kapitola |