માથ્થી 3:11 - પવિત્ર બાઈબલ11 “તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તમે પાપથી પાછા ફર્યા છો માટે હું તમારું બાપ્તિસ્મા પાણીથી કરું છું, પણ મારા પછી આવનાર તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. મારા કરતાં તો તે ઘણા મહાન છે. હું તો તેમનાં ચંપલ ઊંચકવાને પણ યોગ્ય નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે. Viz kapitola |