માથ્થી 27:29 - પવિત્ર બાઈબલ29 પછી સૈનિકો મુગટ બનાવવા માટે કાંટાળી ડાળીઓનો ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુનાં માથા પર મૂક્યો, અને તેના જમણાં હાથમાં તેઓએ એક લાકડી મૂકી. પછી તે સૈનિકો ઈસુ આગળ નમ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “ઓ યહૂદિઓના રાજા, સલામ!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, ને તેમના જમણા હાથમાં સોટી આપી ને તેમની સામા ઘૂંટણે પડીને તેમના ઠઠ્ઠા કરતાં કહ્યું, “ઓ યહૂદીઓના રાજા, સલામ!” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 કાંટાની ડાળીઓમાંથી મુગટ ગૂંથીને તેમના માથા પર મૂકાયો. તેમના જમણા હાથમાં લાકડી આપી અને તેમની આગળ ધૂંટણે પડીને તેમની મશ્કરી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!” Viz kapitola |