માથ્થી 21:33 - પવિત્ર બાઈબલ33 “આ વાર્તા ધ્યાનથી સાંભળો: એક માણસ હતો તેનું પોતાનું ખેતર હતું તેમા તેણે દ્રાક્ષ વાવી અને તેની ચારે બાજુ એક દિવાલ ચણી હતી. દ્રાક્ષનો રસ કાઢવા કુંડ બનાવ્યો, એક બૂરજ બાંધ્યા પછી કેટલાક ખેડૂતોને તે વાડી ઈજારે આપીને તે પ્રવાસમાં ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 “એક બીજું દ્દષ્ટાંત સાંભળો. એક ઘરધણી હતો, જેણે દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બનાવ્યો, ને ખેડૂતોને તે ઇજારે આપી, ને પરદેશ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 ઈસુએ કહ્યું, બીજું એક ઉદાહરણ સાંભળો: એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરજ બાંધ્યો. ત્યાર પછી દ્રાક્ષવાડી ખેડૂતોને ભો આપી તે પરદેશ મુસાફરીએ ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો. Viz kapitola |