લૂકની લખેલી સુવાર્તા 6:17 - પવિત્ર બાઈબલ17 ઈસુ અને પ્રેરિતો પહાડ પરથી નીચે ઉતર્યાને ઈસુ સપાટ મેદાનમાં આવીને ઊભો રહ્યો. ત્યાં મોટા સમૂહમાં તેના શિષ્યો હતા. અને સમગ્ર યહૂદિયામાંના તથા યરૂશાલેમના અને તૂર તથા સિદોનના સમુદ્ધકિનારાના ઘણા લોકો મોટા સમૂહમાં હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તે તેઓની સાથે [પહાડ પરથી] ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો જથો તથા આખા યહૂદિયામાંના તથા યરુશાલેમમાંના, અને તૂર તથા સિદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય [ત્યાં હતો] , તેઓ તેમની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા માટે આવ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ઈસુ શિષ્યો સાથે પર્વત પરથી નીચે ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય ભેગો થયો હતો. આખા યહૂદિયા પ્રદેશમાંથી, યરુશાલેમમાંથી અને તૂર તથા સિદોનના દરિયાક્ંઠાના પ્રદેશમાંથી આવેલા લોકોનો મોટો જનસમુદાય ત્યાં હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા; Viz kapitola |