લૂકની લખેલી સુવાર્તા 12:1 - પવિત્ર બાઈબલ1 ઘણા હજારો લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ઈસુ લોકોને બોલ્યો તે પહેલા તેના શિષ્યોને તેણે કહ્યું, “ફરોશીઓના ખમીરથી સાવધ રહો. હું સમજું છું કે તેઓ ઢોંગી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એટલામાં હજારો લોકો એકત્ર થયા, તે એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા, ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા, “ફરોશીઓના ખમીરથી સાવધાન રહો; તે તો ઢોંગ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 તે સમયે એકત્ર થયેલા હજારો લોકો એકબીજા પર પડાપડી કરી પગ કચરતા હતા, ત્યારે ઈસુએ ખાસ કરીને પોતાના શિષ્યોને કહ્યું, “ફરોશીઓના ખમીરથી, એટલે કે તેમના દંભથી સાવધ રહો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે, ‘ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કે જે ઢોંગ છે. Viz kapitola |