લેવીય 8:24 - પવિત્ર બાઈબલ24 પછી તે હારુનના પુત્રોને વેદી પાસે લાવ્યો અને તેમના જમણા કાનની બૂટે તથા તેમના જમણા હાથના અને જમણા પગના અંગૂઠાએ થોડું લોહી લગાડયું. પછી મૂસાએ વેદીને ફરતું લોહી છાંટયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને હારુનના પુત્રોને હાજર કરીને મૂસાએ તે રક્તમાંથી તેઓના જમણા કાનની ટીશી પર, તથા તેઓના જમણા હાથના અંગૂઠા પર તે લગાડયું; અને મૂસાએ તે રક્ત વેદી પર ચારે બાજુએ છાંટયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પછી તેણે આરોનના પુત્રોને આગળ બોલાવ્યા. તેણે તેમના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડયું. બાકીનું બધું રક્ત મોશેએ વેદીની ચારે બાજુએ રેડી દીધું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તે હારુનના પુત્રોને લાવીને તેમના જમણા કાનની ટીશી પર, તેમના જમણા હાથના અંગૂઠા પર તથા તેમના જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડ્યું. પછી મૂસાએ વેદીની ચારે બાજુએ રક્ત છાંટ્યું. Viz kapitola |