લેવીય 26:44 - પવિત્ર બાઈબલ44 છતાં, તેઓ તેમના દુશ્મનોના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને માંરો જે કરાર તેઓની સાથે છે તેનો ભંગ કરીશ નહિ, કારણ કે હું યહોવા તેમનો દેવ છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓના દેશમાં હશે, ત્યારે હું તેઓને તજીશ નહિ, ને તેઓનો પૂરો નાશ કરવાને, ને તેઓની આગળ કરેલો મારો કરાર તોડવા માટે હું તેમનાથી કંટાળી જઈશ નહિ, કેમ કે હું યહોવા તેઓનો ઈશ્વર છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 તેમ છતાં તેઓ પોતાના દુશ્મનના દેશમાં હશે ત્યારે પણ હું તેમને સંપૂર્ણપણે ત્યજી દઈશ નહિ કે તેમનો વિનાશ કરીશ નહિ. કારણ, તેથી તો મારા કરારનો ભંગ થાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 તેમ છતાં, તેઓ તેઓના શત્રુઓના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને મારો જે કરાર તેઓની સાથે છે તેને હું નહિ તોડું, કારણ કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું. Viz kapitola |