લેવીય 20:25 - પવિત્ર બાઈબલ25 તેથી તમાંરે ખાદ્ય અને અખાદ્ય પશુઓ અને પંખીઓનો ભેદ પરખવો. તમાંરે એ અખાદ્ય પશુઓ, પંખીઓ અને પેટે ચાલનારા જીવો ખાઈને અશુદ્ધ થવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 એ માટે તમે શુદ્ધ તથા અશુદ્ધ પશુઓની વચ્ચે, ને અશુદ્ધ તથા શુદ્ધ પક્ષીઓની વચ્ચે ભેદ રાખો. અને જે પશુ કે પક્ષી અથવા જેનાથી ભૂમિ ભરપૂર છે એવાંમાંનું કોઈ પણ પ્રાણી, કે જેમને મેં અશુદ્ધ ઠરાવીને તમારાથી અલગ કર્યા છે, તે વડે તમે તમારા આત્માઓને અમંગળ ન કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તેથી તમારે ખાવાલાયક અને અશુદ્ધ પ્રાણીઓ તેમજ પક્ષીઓ વચ્ચેનો ભેદ રાખવાનો છે. અશુદ્ધ પ્રાણીઓ કે પક્ષીઓ ખાશો નહિ. મેં તેમને અશુદ્ધ જાહેર કર્યાં છે અને તે ખાવાથી તમે અશુદ્ધ થશો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તમારે શુદ્ધ અને અશુદ્ધ પશુઓ અને પક્ષીઓ વચ્ચેનો ભેદ સમજવો. અને તે અશુદ્ધ પશુ કે પક્ષી અથવા ભૂમિ પર ચાલનારા જીવો કે જેમને મેં તમારાથી અલગ કર્યા છે તે વડે પોતાને અશુદ્ધ ન કરવા. Viz kapitola |