યર્મિયાનો વિલાપ 2:22 - પવિત્ર બાઈબલ22 જાણે કે ઉત્સવનો દિવસ હોય તેમ, તેં ચારે બાજુથી મારા ભયંકર દુશ્મનોને બોલાવ્યા છે. તારા રોષને દિવસે કોઇ છટકવા ન પામ્યા. તેમણે લાડથી ઉછરેલાં સહુને વધેરી નાખ્યાં છે અને શત્રુઓએ કોઇનેય જીવતો રાખ્યો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ [લડાઈની] બીક ઊભી કરી છે. ને યહોવાના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 મારી સામે ઉગ્ર જંગ ખેલવાને તમે મારા શત્રુઓને મારી આસપાસ પર્વની ભીડની જેમ એકઠા કર્યા છે અને તમારા કોપને દિવસે કોઈ છટકી શક્તો નથી. જેમને મેં ઉછેર્યાં એવાં મારાં પ્રિય બાળકોનો તેમણે સંહાર કર્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ લડાઈની ધાસ્તી ઊભી કરી છે; યહોવાહના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે. Viz kapitola |