યહોશુઆ 7:24 - પવિત્ર બાઈબલ24 ત્યાર પછી યહોશુઆ ઝેરાહના પુત્ર આખાનને ચાંદી, ઝભ્ભો અને સોનાની લગડી તથા તેનાં છોકરાછોકરી, ઢોર, ગધેડાં, તંબુ તથા તેના સર્વસ્વ સાથે આફતની ખીણમાં લઈ ગયો, અને બધા ઇસ્રાએલીઓ તેની સાથે ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને યહોશુઆએ ને તેની સાથે સર્વ ઇઝરાયલે ઝેરાનો પુત્ર આખાને, ને રૂપું, ને જામો, ને સોનાનું પાનું, ને તેના દીકરા, ને તેની દીકરીઓ, ને તેના બળદોમ ને તેનાં ગઘેડાં, ને તેનાં ઘેટાં ને તેનો તંબુ, ને તેનું સર્વસ્વ, લઈને તેઓને તેઓ આખોરની ખીણમાં લઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પછી યહોશુઆ અને તેની સાથેના સર્વ ઇઝરાયલીઓ ઝેરાના વંશજ આખાનને, રૂપું, જામો, સોનાની લગડી, તેના દીકરા-દીકરીઓ, તેના આખલા, તેનાં ગધેડાં, તેનાં ઘેટાં, તેનો તંબુ અને તેના સર્વસ્વને લઈને આખોરની ખીણમાં ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ, ઝેરાહના પુત્ર આખાનને તથા ચાંદી, જામો, સોનાનું પાનું, આખાનના દીકરા અને દીકરીઓ, બળદો, ગધેડાં, ઘેટાં, તંબુ, અને તેના સર્વસ્વને, આખોરની ખીણમાં લઈ ગયા. Viz kapitola |