યહોશુઆ 24:7 - પવિત્ર બાઈબલ7 પણ તમાંરા પૂર્વજોએ માંરી મદદ માંટે રૂદન કર્યુ-યહોવા અને મેં મિસરીઓની વચ્ચે અંધકારનો પડદો નાખી દીધો. અને તેમના ઉપર સમુદ્રને રેલાવી તેમને ડુબાવી દીધા. મેં મિસરના શા હાલ કર્યા, તે તમે નજરો નજર નિહાળ્યું છે, “‘ત્યારબાદ ઘણાં વર્ષો સુધી ઇસ્રાએલી લોકો રણમાં રહ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓએ યહોવાને પોકાર કર્યો, ત્યારે યહોવાએ તમારી તથા મિસરીઓની વચ્ચે અંધકાર કરી નાખ્યો, ને તેઓ પર સમુદ્ર લાવીને તેઓને તેમાં ડુબાવી દીધા. અને મેં મિસરમાં જે કંઈ કર્યું તે તો તમે તમારી આંખોએ જોયું છે. અને તમે અરણ્યમાં ઘણા દિવસ સુધી રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ત્યારે તેમણે મને મદદને માટે પોકાર કર્યો, અને મેં તેમની અને ઇજિપ્તીઓની વચમાં અંધકાર મૂકી દીધો. ઇજિપ્તીઓ પર સમુદ્રનાં પાણી ફેરવી વાળી મેં તેમને ડૂબાડી દીધા. મેં ઇજિપ્તીઓની શી દશા કરી તે તમે જાણો છો. ‘તમે લાંબો સમય રણપ્રદેશમાં રહ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ત્યારે તમારા પૂર્વજોએ યહોવાહને પોકાર કર્યો, એટલે યહોવાહે તમારી તથા મિસરીઓની વચ્ચે અંધારપટ કર્યો. યહોવાહે તેઓ પર સમુદ્રનાં પાણી લાવીને તેઓને ડુબાવી દીધા. મેં મિસરમાં જે કર્યું તે તમે તમારી સગી આંખોએ જોયું છે. પછી તમે ઘણાં દિવસો સુધી અરણ્યમાં રહ્યા. Viz kapitola |