યહોશુઆ 21:4 - પવિત્ર બાઈબલ4 કહાથનું કુટુંબ યાજક હારુન જે લેવી કુળસમૂહનો હતો, તેના વંશજો હતા. કહાથ કુટુંબના થોડા ભાગને 13 નગરો આપવામાં આવ્યાં હતાં જે પ્રદેશ યહૂદા, શિમયોન તથા બિન્યામીન કુળસમૂહઓની માંલિકીનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને કહાથીઓનાં કુટુંબોને માટે ભાગ નીકળ્યો; અને લેવીઓમાંના હારુન યાજકના દીકરાઓને ભાગે યહૂદાના કુળમાંથી ને શિમયોનના કુળમાંથી ને બિન્યામીનના કુળમાંથી તેર નગરો આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 નગરોની ફાળવણીમાં પ્રથમ પાસો લેવીવંશમાં કહાથના ગોત્રનાં કુટુંબો માટે નીકળ્યો. આરોન યજ્ઞકારના વંશના કુટુંબોને યહૂદા, શિમયોન અને બિન્યામીનના કુળપ્રદેશોમાંથી તેર નગરો ફાળવવામાં આવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા. Viz kapitola |