યહોશુઆ 20:8 - પવિત્ર બાઈબલ8 યર્દનની બીજી બાજુએ, યરીખોની પૂર્વે રણમાં રૂબેનના પ્રદેશમાં આવેલુ બેશેર શહેર તેમણે પસંદ કર્યુ, બીજુ શહેર હતું ગાદની ભૂમિમાં આવેલુ ગિલયાદમાં આવેલું રામોથ, અને મનાશ્શાની ભૂમિ બાશાનમાં આવેલું ગોલાન શહેર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશમાંના અરણ્યમાંનું બેશેર, ને ગાદ કુળમાંથી ગિલ્યાદમાંનું રામોથ, ને મનાશ્શાના કુળમાંથી બાશનમાંનું ગોલાન ઠરાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 યર્દનની પૂર્વ તરફ યરીખોની પૂર્વ તરફના રણપ્રદેશના મેદાનમાં તેમણે રૂબેનના કુળપ્રદેશમાં આવેલા બેસેરને, ગાદના કુળપ્રદેશમાં આવેલા ગિલ્યાદમાંના રામોથને અને મનાશ્શાના કુળપ્રદેશમાં આવેલા બાશાનમાંના ગોલાનને પસંદ કર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેસેર, ગાદ કુળમાંથી રામોથ ગિલ્યાદ, મનાશ્શાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા. Viz kapitola |