યહોશુઆ 17:18 - પવિત્ર બાઈબલ18 પણ તમને ડુંગરાળ પ્રદેશ મળશે, એ જંગલથી છવાયેલો છે, પણ તમે એને કાપીને જગ્યા લેજો. એના એક છેડેથી બીજા છેડા સુધી એ પ્રદેશ તમાંરો થશે. કનાનીઓ પાસે લોખંડના રથો છે, તેઓ બહુ શક્તિશાળી છે છતાંપણ મને ખાતરી છે કે તમે તેઓને ખીણમાંથી બહાર કાઢી શકશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પણ પહાડી પ્રદેશ તારો થશે; તે તો જંગલ છે, તોપણ તું તેને કાપી નાખશે, તો તેની સરહદો તારી થશે; અને કનાનીઓને જોકે લોઢાના રથો છે, ને તેઓ બળવાન છે, તોપણ તું તેઓને હાંકી કાઢશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પહાડી પ્રદેશ તમારો થશે. જો કે તેમાં જંગલ છે તો પણ તમે તેનાં વૃક્ષો કાપીને એક છેડાથી બીજા છેડા સુધી તેનો કબજો મેળવશો. વળી, કનાનીઓ પાસે લોખંડના રથો છે અને તેઓ બળવાન છે તોપણ તમે તેમને ત્યાંથી હાંકી કાઢી શકશો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પરંતુ પહાડી પ્રદેશ પણ તારો થશે. તે જંગલ છે છતાં તું તેને કાપી નાખશે અને તેની દૂરની સરહદો સુધી કબજો કરશે. જેઓની પાસે લોખંડના રથો છે એ કનાનીઓ બળવાન છે એ ખરું તો પણ તું તેઓને કાઢી મૂકી શકીશ.” Viz kapitola |