યહોશુઆ 15:13 - પવિત્ર બાઈબલ13 જેમ યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તેમ, તેણે યફૂન્નેહના દીકરા કાલેબને યહૂદાના લોકોની ભૂમિમાંથી ભાગ આપ્યો. તેણે તેને કિર્યાથ-આર્બા આપ્યું હતું. આર્બા અનાકનો પિતા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને યહોશુઆને [આપેલી] યહોવાની આજ્ઞાપ્રમાણે, યહૂદાપુત્રોમાં યફૂન્નેના દીકરા કાલેબને તેણે એક ભાગ આપ્યો, એટલે કિર્યાથ-આર્બા (જે હેબ્રોન છે તે) આપ્યું. [આર્બા તો] અનાકનો પિતા [હતો]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે યહૂદાના કુળપ્રદેશનો એક ભાગ યહૂદાના કુળના વંશજોમાં યફૂન્નેહના પુત્ર કાલેબને આપવામાં આવ્યો હતો. અનાકના પિતા આર્બાનું નગર હેબ્રોન તેને ભાગે આવ્યું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા અનાકનો પિતા હતો. Viz kapitola |