યહોશુઆ 12:7 - પવિત્ર બાઈબલ7 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ યર્દન નદીની પશ્ચિમે લબાનોની ખીણમાં આવેલ બઆલ-ગાદથી સેઈર નજીક આવેલા હાલાક પર્વત સુધીના બધા રાજાઓને હરાવ્યા અને આ ભૂમિને કુળસમૂહો વચ્ચે તેમના ભાગ પ્રમાંણે વહેંચી આપી. પ્રત્યેક કુળસમૂહને પોતાનો ભાગ વહેંચી આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યહોશુઆએ તથા ઇઝરાયલ પ્રજાએ દેશના જે રાજાઓને માર્યા તે આ છે: [તેઓનો દેશ] યર્દન પાર, પશ્ચિમ તરફ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી માંડીને સેઈર પાસે હાલાક પર્વત સુધી હતો; અને યહોશુઆએ તે ઇઝરાયલનાં કુળોને તેઓના હિસ્સા પ્રમાણે વતનમાં આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 યહોશુઆ અને ઇઝરાયલના લોકોએ લબાનોનની ખીણમાં આવેલા બઆલ- ગાદથી માંડીને સેઈર નજીકના હાલક પર્વત સુધી યર્દનની પશ્ર્વિમ કાંઠાના પ્રદેશના બધા રાજાઓને હરાવ્યા. યહોશુઆએ એ પ્રદેશની કુળવાર વહેંચણી કરીને તેમને તે કાયમી વતન તરીકે આપ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો. Viz kapitola |