યહોશુઆ 10:10 - પવિત્ર બાઈબલ10 યહોવાએ ગિબયોનના લશ્કરોને ખૂબ મૂંઝવી નાખ્યાં, તેથી ઇસ્રાએલે તેમને હરાવી દીધા. તેઓએ તેમનો પીછો બેથ-હોરોનના રસ્તા પર કર્યો અને તેમને બધાને અઝેકાહ અને માંક્કેદાહ સુધી માંરી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને ઇઝરાયલની આગળ યહોવાએ તેઓને હરાવ્યા, ને ગિબ્યોન આગળ તેઓને મારીને તેણે તેઓનો મોટો સંહાર કર્યો, ને બેથ-હોરોન ઘાટને માર્ગે તેઓની પાછળ પડીને અઝેકા સુધી ને માક્કેદા સુધી તે તેઓને મારતો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અને યહોવાહે ઇઝરાયલની આગળ તેના વૈરીઓને વિખેરી નાખ્યા. તેમણે ગિબ્યોનમાં તેઓનો સંહાર કર્યો, બેથ-હોરોનના ઘાટના માર્ગે તેઓની પાછળ પડીને તેઓએ અઝેકા અને માક્કેદાના માર્ગ સુધી તેઓને મારતા ગયા. Viz kapitola |