અયૂબ 1:16 - પવિત્ર બાઈબલ16 જ્યારે એક સંદેશવાહક આ કહેતો હતો, એટલામાં વળી બીજો સેવક આવ્યો અને કહ્યું, “આકાશમાંથી વીજળી પડી છે અને ગાયના ઘણો અને સેવકો બળીને રાખ થઇ ગયા છે. ફકત હું જ બચી ગયો છું. તેથી તમને હું આ દુ:ખદ સમાચાર કહેવા આવ્યો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું, “ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાંને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પહેલો હજુ બોલતો હતો ત્યાં તો બીજાએ આવીને કહ્યું: “આકાશમાંથી વીજળીએ પડીને ઘેટાં તથા નોકરોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, “ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાં તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.” Viz kapitola |