યર્મિયા 49:14 - પવિત્ર બાઈબલ14 મેં યહોવા પાસેથી આ સંદેશો સાંભળ્યો છે, “તેમણે બધાં રાજ્યોમાં સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું છે કે, અદોમની વિરુદ્ધ સર્વ એકત્રીત થાઓ અને તેનો નાશ કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 યહોવા તરફથી મને ખબર મળી છે, ને સર્વ રાજ્યોમાં દૂત મોકલવામાં આવ્યો છે. તે કહે છે, ‘તમે એકત્ર થઈને તેના પર ચઢી આવો, ને લડવા માટે ઊઠો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 યર્મિયાએ કહ્યું, “‘હે અદોમના લોકો, મને પ્રભુ તરફથી એક સંદેશ મળ્યો છે. બધા દેશમાં રાજદૂત મોકલીને તમારા પર આક્રમણ કરવા લશ્કરને સાબદું રાખવાનું ફરમાવ્યું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 મેં યહોવાહ પાસેથી આ સંદેશો સાંભળ્યો છે, તેમણે બધા દેશોમાં સંદેશાવાહક મોકલ્યા છે; “સર્વ એકત્રિત થાઓ અને તેના પર ચઢાઈ કરો; લડાઈ માટે ઊઠો.’ Viz kapitola |