યર્મિયા 44:25 - પવિત્ર બાઈબલ25 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, ‘જ્યા સુધી આ બાબત તને અને તારી પત્નીને લાગુ પડે છે, તેં એ જ કર્યુ છે જે તે કહ્યું હતું, “તે કહ્યું હતું, અમે સ્વર્ગની રાણીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવીને અમારી પ્રતિજ્ઞા ચોક્કસ પાળીશું તેથી કોઇ પણ ભોગે તમે તમારી પ્રતિજ્ઞાઓ પૂરી કરો.”’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘આકાશની રાણીની આગળ ધૂપ બાળવાની તથા તેને પેયાર્પણો રેડવાની લીધેલી માનતાઓ પ્રમાણે અમે અવશ્ય કરીશું, ’ એવું તમે તેમ જ તમારી સ્ત્રીઓ પણ મુખતથી બોલ્યાં છો, તથા તમારા બોલવા પ્રમાણે તમારા હાથોએ કર્યું છે; તો હવે તમારી માનતાઓ પ્રમાણે તમે ભલે વર્તો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: તમે અને તમારી પત્નીઓએ આકાશની રાણીની આગળ ધૂપ ચડાવવાની અને દ્રાક્ષાસવનાં પેયાર્પણ રેડવાની લીધેલી માનતાઓ અવશ્ય પૂરી કરવાનું કહ્યું છે. તમે જે માનતા તમારે મુખે ઉચ્ચારી છે તે તમારા હાથથી પૂરી પણ કરી છે. તો પછી હવે તમારી માનતાઓ પ્રમાણે વર્ત્યા કરો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘આકાશની રાણી આગળ ધૂપ બાળવાની અને પેયાર્પણો રેડીને લીધેલી પ્રતિજ્ઞાઓ અમે ચોક્કસ પાળીશું’ એવું તમે અને તમારી સ્ત્રીઓ બન્ને તમારા મુખેથી બોલ્યા છો. તથા તમારા બોલવા પ્રમાણે તમારા હાથોએ કર્યું છે; તો હવે તમારી પ્રતિજ્ઞાઓ પ્રમાણે તમે ભલે વર્તો. Viz kapitola |