યર્મિયા 32:40 - પવિત્ર બાઈબલ40 “‘હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 વળી હું તેઓની સાથે સદાનો કરાર કરીશ કે, હું તેઓનું હિત કરતાં તેઓની પાસેથી પાછો ફરીશ નહિ. અને તેઓ મારાથી દૂર ન જાય માટે હું મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 હું તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ. હું તેમનું કલ્યાણ કરવામાં ખચકાઈશ નહિ અને તેઓ ફરી કદી મારો ત્યાગ ન કરે માટે હું તેમના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવયુક્ત ડર મૂકીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 હું તેઓની સાથે સદાનો કરાર કરીશ, હું તેઓનું હિત કરતા અટકીશ નહિ, તેઓ કદી મારાથી વિમુખ ન થઈ જાય. માટે મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ. Viz kapitola |