યર્મિયા 29:14 - પવિત્ર બાઈબલ14 યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વળી યહોવા કહે છે, હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ, ને જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં મેં તમને હાંકી કાઢયા છે તે સર્વમંથી હું તમને એકત્ર કરીશ, એવું યહોવા કહે છે; અને જે સર્વ સ્થળોમાંથી મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે, તે જ સ્થળોમાં હું તમને પાછા લાવીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 હું પ્રભુ પોતે કહું છું કે હું તમને જરૂર મળીશ; હું તમારી પરિસ્થિતિ પલટી નાખીશ, અને જે જે દેશો અને પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધામાંથી હું તમને એકત્ર કરીશ, અને જે જે સ્થળેથી મેં તમને દેશનિકાલ કર્યા હતા તે જ સ્થળે હું તમને પાછા લાવીશ. હું પ્રભુ આ બોલું છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 યહોવાહ કહે છે, હું તમને મળીશ’ અને તમારો બંદીવાસ ફેરવી નાખીશ. અને જે પ્રજાઓમાં અને જે સ્થળોમાં મેં તમને નસાડી મૂક્યા છે’ ‘ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ.’ એમ યહોવાહ કહે છે. Viz kapitola |