યર્મિયા 20:10 - પવિત્ર બાઈબલ10 ચારે બાજુથી હું તેઓની ધમકીઓ ઉચ્ચારાતી સાંભળું છું અને મને ડર લાગે છે, તેઓ કહે છે, “આપણે ફરિયાદ કરીશું. જેઓ મારા મિત્રો હતા તેઓ સાવધાનીથી મને નિહાળે છે કે, ક્યારે ભયંકર ભૂલ કરી બેસું. તે પોતે જ ફસાઇ જશે અને ત્યારે આપણે તેના પર આપણું વૈર વાળીશું. તેઓ આ પ્રમાણે કહે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 મેં ચારે બાજુથી તેઓની ધમકીઓ સાંભળી અને મને ડર છે, તેઓ કહે છે; ‘આપણે ફરિયાદ કરીશું.’ મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતા નિહાળવાને તાકે છે કે, કદાચ તે ફસાઈ જાય. અને ત્યારે આપણે તેને જીતીએ તો તેના પર આપણે વેર વાળીશું.’ Viz kapitola |