ન્યાયાધીશો 9:24 - પવિત્ર બાઈબલ24 આ એટલા માંટે થયું કે જેથી યરૂબ્બઆલના 70 પુત્રોને માંરી નાખવા બદલ અબીમેલેખને તથા તેને આ રક્તપાત કરવામાં મદદ કરનાર શખેમના લોકોને પાઠ શીખવા મળે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 જેથી યરુબાલના સિત્તેર દીકર પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તેનો બદલો લેવાય, ને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મુકાય, કેમ કે તેણે તેઓને મારી નાખ્યા હતા, ને શખેમના માણસો પર પણ [દોષ મુકાય] , કેમ કે તેઓએ તેના ભાઈઓના ખૂનમાં તેને સહાય કરી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 અબિમેલેખે યરૂબ્બઆલના સિત્તેર પુત્રોને મારી નાખ્યા હતા અને શખેમના માણસોએ તેને એમાં સાથ આપ્યો હતો; અને તેથી તેમની પાસેથી એ ખૂનનો બદલો લેવાય માટે એમ બન્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ઈશ્વરે આ કર્યું જેથી યરુબાલના સિત્તેર દીકરા પર જે જુલમ ગુજારાયો હતો તેનો બદલો લેવાય અને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મૂકાય; આમાં શખેમના માણસો પણ જવાબદાર હતા કેમ કે તેઓએ તેને તેના ભાઈઓનું ખૂન કરવામાં મદદ કરી હતી. Viz kapitola |