ન્યાયાધીશો 7:8 - પવિત્ર બાઈબલ8 તેથી ગિદિયોને 300 માંણસોને રાખીને બાકીના બધાને ઘરે પાછા મોકલ્યા, પણ આ માંણસોએ ખોરાક અને રણશિંગા પોતાના માંટે રાખી લીધાં. મિદ્યાનીઓની છાવણી તેઓની છાવણીની નીચેની ખીણમાં હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 માટે લોકોએ પોતાનું ભાથું તથા પોતાનાં રણશિંગડાં પોતાના હાથમાં લીધાં. અને તેણે સર્વ ઇઝરાયલીઓને તેમના તંબુએ મોકલી દઈને તે ત્રણસો માણસોને રાખ્યા. અને મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેથી ગિદિયોને બાકીના સર્વ ઇઝરાયલીઓને ઘેર મોકલી આપ્યા, પણ પુરવઠો અને રણશિંગડાં રાખનારા માત્ર પેલા ત્રણસોને રાખ્યા. મિદ્યાનીઓની છાવણી તેમની નીચે ખીણમાં હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી. Viz kapitola |