ન્યાયાધીશો 4:17 - પવિત્ર બાઈબલ17 સીસરા ભાગી ગયો અને દોડતો કેની હેબેરની પત્ની યાએલના તંબુએ પહોંચી ગયો. કારણ હાસોરના રાજા યાબીન અને કેની હેબેરના પરિવાર વચ્ચે સારા પારિવારીક સંબંધો હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તોપણ સીસરા પગે ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો. કેમ કે હાસોરના રાજા યાબીન તથા હેબેર કેનીના વંશજોની વચ્ચે તો સલાહસંપ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 સીસરા દોડતાં દોડતાં હેબેર કેનીની પત્ની યાએલના તંબુએ નાસી ગયો; કારણ, હાસોરના રાજા યાબીન અને હેબેરના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ સીસરા ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબીનની તથા હેબેર કેનીના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો. Viz kapitola |